Job AlertCLICK ON WHATSAPP SYMBOL TO JOIN US ON WHATSAPP! Save "9574844414" as Education New. Now, send "Add Me" & "Your Name" Job Alert

Latest Post

શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના ફોર્મ / શાળા સલામતી ફાઈલ pdf

શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના ફોર્મ / શાળા સલામતી ફાઈલ pdf


ગુજરાત શાળા સલામતી પગલાં

વિભાગ -1 : પૂર્વ ભૂમિકા

(અ) શાળાની માહિતી (રૂપરેખા)
  • શાળાનું નામ
  • શાળાનો નંબર
  • બોર્ડ સાથે સંકલન
  • બોર્ડનો નોંધણી નંબર
  • સરનામું
  • શાળાનો પ્રકાર
  • શાળાનો સમય
  • કુલ વિધાર્થી 
  • શૈક્ષણિક સ્ટાફ
  • બિન - શૈક્ષણિક સ્ટાફ
  • સચાલન સ્ટાફ
  • આચાર્યનું નામ
  • સંપર્કની વિગતો

(બ) યોજનાનો હેતુ અને ઉદેશ્ય
- શાળામાં આપત્તિના અસરકારક વ્યવસ્થાપન માટે જરૂરી સમગ્ર માહિતી વિગતવાર અને પધ્ધતિસર એકત્ર કરવી . 
- શાળામાં કટોકટી પ્રતિકાર પધ્ધતિ સ્થાપવી
- કોઇપણ કટોકટીના પ્રતિકાર માટે શાળા- સમૂહને સુસજ્જ કરવો 
- અસરકારક પ્રતિકાર માટે ભૂમિકા અને જવાબદારીઓ નક્કી કરવી
- શાળા- સમૂહમાં જાગૃત્તિ કેળવવી તથા તેમની ક્ષમતા વધારવી
- શાળામાં શમન પ્રવૃત્તિઓનો અમલ કરવો
- વિવિધ સ્ટેક હોલ્ડર્સમાં સહભાગીદારીમાં વૃદ્ધિ કરવી

વિભાગ -૨. હોનારત, જોખમ અને નબળાઇની આકારણી કરવી. 

હોનારતોએ એ એવી ઘટનાઓ કે ભૌતિક પરિસ્થિતિ છે કે જેનાથી દુર્ઘટનાઓ , વ્યક્તિઓ ઘાયલ થવી , માલમિલ્કતને નુકશાન , મૂળભુત માળખાને નુકશાન , કૃષિ વિષયક નાશ , તથા પર્યાવરણને હાનિ વ્યાપાર - ધંધા ખોરવાઇ જાય અથવા અન્ય પ્રકારની હાનિ કે નુકશાન થવાની પણ શક્યતાઓ રહે છે.
જોખમ એ શક્યતાનું સંલગ્ન પાસું છે કે જેનાથી હોનારત સર્જાય. જોખમને ભયજનક શક્યતાઓ સાથે સરખાવ્યું છે અથવા તો તેનાથી હાનિ કે નુકશાન પણ થઇ શકે છે.
નબળાઇ ( અસમર્થતા ) એ એવી પરિસ્થિતિ છે કે જેમાં ભૂભાગની આપત્તિજનક પ્રાકતિક સ્થિતિ પ્રત્યે તેનું સર્જન કે સામયિક સમીપતાના તેના લક્ષણો દ્વારા માનવ વસવાટ, મકાનો, કૃષિ પાક અથવા માનવ સ્વાસ્થ્ય, વિષયક સમસ્યાઓ સર્જાય છે. 
હોનારત, જોખમ તથા અસમર્થતા ( નબળાઇ ) ની આકારણીનો મુખ્ય ઉદ્દેશ્ય કોઇ પણ હોનારતના વૈકલ્પિક અનિચ્છિતિ પરિણામો પર જોખમ આધારિત ઉપાયો શોધવાનો છે તથા નબળાઇઓ ( અસમર્થતા ) ઓ પણ ખાસ ધ્યાન આપવું, હોનારતો ઘટાડવી તથા પ્રતિકાર કરવા માટે સુસજ્જતા કેળવવાનો છે.
આ માટે ઓછામાં ઓછું નુકશાન થાય તથા માનવ - જીવનને બચાવવામાં ઊભી થતી સમસ્યાઓ તથા શક્ય ઉપાયો અગાઉથી જ વિચારવામાં આવે છે.

( અ ) બિન - માળખાકીય આકારણી.
ભૂકંપ થયા બાદ , લગભગ ૯૦ % થી પણ વધુ નુકશાન બિન - માળખાકીય પ્રકારનું હોય છે. ભૂકંપ દરમિયાન, મકાનો પડી જવાના કારણે ઘાયલ થનાર વ્યક્તિઓની સંખ્યા સૌથી વધુ હોય છે.
બિન - માળખાકીય ઘટકો એ મકાનના એવા ઘટકો હોય છે કે જે નિષ્ફળ જવાથી સમગ્ર મકાન પડી જશે નહીં. આ ઘટકો ટેકા માટેના માળખાકીય ઘટકો ઉપર આઘાર રાખે છે તથા પેરાફ્ટિ ( કઠેડો ), બારી દરવાજા જેવા બહારના ઘટકો તથા જીર્ણ થયેલ છત, બત્તીઓ જેવા અંદરના ઘટકો તથા એસી, ગેસ, પાણીના જોડાણની પાઇપો જેવી મકાનમાં રહેલી પાયાની આવશ્યક્તાઓ તથા મકાનમાં રહેલા ટેબલ, ખુરશી, ફાઇલોના ઘોડા, કોમ્પ્યુટર, ફોટા વગેરેનો પણ સમાવેશ થઇ જાય છે
જોખમને નક્કી કરવાં તથા તેને ઘટાડવા માટે આ ઘટકોના ક્યાસને બિન - માળખાકીય ક્યાસ તરીકે ઓળખવામાં આવે છે.

બિનમાળખાકીય સમસ્યાનો પ્રકાર
  1. ફાઇલોના ઘોડા
  2. ટેકાઓ
  3. છાજલીઓ
  4. કોમ્પ્યુટર્સ
  5. સ્ટોરેજ કેબિનેટસ
  6. દિવાલ પર લટકાવેલ ચીજવસ્તુઓ
  7. આગ શામકો
  8. રેફ્રીજરેટર્સ
  9. જીર્ણ થઇ ગયેલ / તુટી ગયેલ છતોના ભાગ
  10. લાઇટ માટે બેસાડેલ ચીજ
  11. ટ્રેક લાઇટ્સ
  12. બ્લેકબોર્ડસ
  13. પ્રોજેક્શન સ્ક્રીન
  14. એસી
  15. વીજળીના વાયરો 
  16. કાચની મોટી બારીઓ
  17. ગ્લેઝડ પાર્ટીશન્સ


શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના ફોર્મ : ડાઉનલોડ કરો
Tag : School
0 Komentar untuk "શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના ફોર્મ / શાળા સલામતી ફાઈલ pdf"
Back To Top